Posts

Decision fatigue - નિર્ણય લેવાનો માનસિક થાક

Image
"શું જમવાનું બનાવું?" – ઘણા ઘરોમાં સૌથી કંટાળાજનક અને જાણે પહાડ જેવો ભારે નિર્ણય લેવાનો હોય એવો મોટો પ્રશ્ન લાગે! રોજ repeat થતો હોવા છતાં શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય? આ ભારેખમ feeling નું નામ છે Decision Fatigue - નિર્ણય લેવાનો માનસિક થાક. Scientific research પ્રમાણે, એક સામાન્ય માણસ દરરોજ લગભગ 20,000 - 30,000  નાના-મોટા નિર્ણયો લે છે.  પહેલા નહાવું કે ચા પીવી? કયા કપડાં પહેરવા? ફલાણા ભાઈને શું reply કરવો? આ outfit ની સાથે કયા ચપ્પલ જશે? Breakfast માં શું ખાવું?  Flipkart કે Amazon?  ગાડી માં podcast કે song? આજે કયું playlist વગાડું? વગેરે વગેરે..આવું તો કેટલુંય.  આમાંથી મોટા ભાગના નિર્ણયો એટલા નાના હોય છે કે આપણે એના વિશે વિચારતા પણ નથી. પરંતુ દિવસના અંતે આ બધા micro-decisions મળીને આપણી mental battery નો સારો એવો હિસ્સો વાપરી ચૂક્યા હોય છે.     આમ દિવસ પસાર થાય ત્યાં સુધી ઘર, office, friends & social media ma તો કેટલીય જાત ના નિર્ણયો લેવા માં brain capacity વપરાઈ જતી હોય.  સાંજ સુધીમાં, ઘર-પરિવારના impor...

Toxic Positivity – Pressure of BEING POSITIVE

Image
🤔 WHAT IS TOXIC POSITIVITY?  Positivity અને એ પણ toxic? એવું કઈ રીતે હોઈ શકે? Toxic = ઝેરી  Positivity = સકારાત્મકતા  પણ સકારાત્મકતા એ ઝેરી કઈ રીતે હોઈ શકે? આતો એક વિરોધાભાસ છે હા, તો પણ આપણામાંથી ઘણા બધા લોકો આ જ વિરોધાભાસ ના victim છીએ. ના સમજાયું? સારું ચાલો ઉદાહરણ થી સમજીએ. - "Good vibes only"  - "બધું સારું થઇ જશે" - “ભગવાન જે કરે તે સારા માટે.”  - "Stop overthinking and be happy." - "be positive, negative નઈ વિચારવાનું" વગેરે વગેરે ... Life માં આવતા challenges માં well wishers તરફ થી આવા સહાનુભૂતિપૂર્ણ વાક્યો સાંભળવા મળતા હોય છે જેને આપણે positivity કહીએ છીએ.  તો આમાં toxic જેવું શું છે?  - જો મીઠા શબ્દો ના પ્રભાવ થી real emotions દબાઈ જતા હોય & વ્યક્ત થવાની space ના મળતી હોય તો એ છે Toxic Positivity. - જરૂરી actions વગર " માત્ર" શબ્દો માં આવતું "let's be positive" નું pressure એ જ Toxic Positivity. - કપરી પરિસ્થિતિ માંથી temporary છુટકારો પામવામાટે -  લાંબા સમયના પરિણામ વિચાર્યા વગર - શબ્દો ના ગલગલીયા રૂપે થતી...

Motivation is a Bubble - Habits are Permanent

Image
⭐Motivation એટલે શું? મન માં નક્કી કરેલા કોઈ કાર્ય ને પૂર્ણ કરવા માટે આગળ વધવા માટેનું પીઠબળ એ જ Motivation.   પણ શું દર વખતે એ બળ મળે તો જ આગળ વધી શકાય?  એવું સમીકરણ તો ના જ બનવું જોઈએ;   એવી dependency તો મોંઘી પડે આપડા જીવન માં.    Motivation = Kick. It doesn't stay always. એની અવર-જવર ચાલતી રહે.    આપણી આજુબાજુ ઘણી વાર સાંભળવા મળે :  - “મને motivation મળતું નથી, એટલે હું workout skip કરું છું.”   - “Exam આવે છે, motivation ના મળે તો study કેમ થાય?” - "Room clean કરવો છે પણ નથી motivation  નથી આઈ રહ્યું યાર!" વગેરે વગેરે...     સાચું કહું તો – motivation એ bubble જેવું છે. આવે છે, ફાલે છે અને ફૂટી જાય છે. Long-term growth માં motivation નથી ચાલતું. Only habits work.   PC: MYSTUDYCART Pinterest  

Reliability Built on Commitments – યોગિક દૃષ્ટિકોણ

🤔 What is RELIABILITY? આપણે બધા આપણી personal & professional  લાઇફમાં આપણી આજુબાજુના લોકોમાં એક એવી quality ની ખોજમાં હોઈએ છીએ કે જે relationships મજબૂત કરે & trust build કરે. આ quality છે reliability (વિશ્વસનીયતા) એટલે કે લોકોને ભરોસો હોય કે તમે જે કહો છો એ કરશો જ . આ quality આપણી એક અલગ જ ઓળખ ઊભી કરે છે. તમે reliable હોવ તો જ કોઈ તમારી વાત પર ભરોસો કરીને તમારા પર dependent રહી શકે છે. આજકાલના fast paced અને competitive સમયમાં reliability માત્ર moral value નથી પરંતુ એક success factor છે. જોબ, બિઝનેસ, ઘર કે પછી personal relationship હોય; જે વ્યક્તિ commitment ઉપર ટકેલું રહે છે એ જ લાંબા ગાળાનો વિશ્વાસ જીતી શકે છે. 🧘‍♀️ YOGIC Perspective Being reliable = fulfillment of commitment = doing what you said you will do - આ સત્યપાલન નું એક સૂક્ષ્મ  સ્વરૂપ જ છે. પતંજલિ યોગસૂત્રના અષ્ટાંગ યોગમાં 'સત્ય'નું પાલન કરનારને મળતા એક ખાસ ફળ ની વાત કરી છે.  अहिंसा सत्या स्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः - PYS 2.30  सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् - PYS 2...

અપરિગ્રહ – એક સુંદર જીવન સૂત્ર

Image
 નાના હતાં  ત્યારે ગાંધીજીનું આ સૂત્ર ભણવામાં આવતું.   સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું નવ સંઘરવું ,  બ્રહ્મચર્ય અને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું.  અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવાં  એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાં     વણજોઈતું નવ સંઘરવું   એ સિદ્ધાંત નું દૃઢ પાલન એ જ મારી દ્રષ્ટિએ અપરિગ્રહ.   પરંતુ આનો સાચો મતલબ તો જીવનમાં અનુભવ થતાં જ સમજાયો. એમાં પણ પતંજલિ યોગ સૂત્ર (PYS) ના અભ્યાસ થી આ concept એકદમ પાક્કા પાયે ખબર પડી.    અપરિગ્રહ નું practical મહત્વ આટલું જીવનોપયોગી હશે એવી કલ્પના પણ નહોતી. આપણને બધા ને ભવિષ્ય ની insecurities ને લઇ ને ઘણું બધું સંઘરવાની આદત હોય છે. ક્યારેક આપણી આ વૃત્તિ ને પોષવા "સંઘરેલો સાપ પણ કામમાં આવે" એવું કહી સમર્થન આપતા હોઈએ છે. હા, એ કહેવત બિલકુલ ખોટી નથી. પણ ક્યારે, શું અને કેટલું સંઘરવું – એ નક્કી કરવા માટે વિવેક બુદ્ધિ આવશ્યક છે. માત્ર આ કહેવતના આધારે અનાવશ્યક વસ્તુઓ ભેગી કરે જ જવી એ આપણી વિવેક બુદ્ધિનું સ્તર કઈ સ્થિતિમાં છે તે દર્શાવે છે. ...