અપરિગ્રહ – એક સુંદર જીવન સૂત્ર

 નાના હતાં ત્યારે ગાંધીજીનું આ સૂત્ર ભણવામાં આવતું.
 
સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું નવ સંઘરવું
બ્રહ્મચર્ય અને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું. 
અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવાં 
એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાં 
 
વણજોઈતું નવ સંઘરવું એ સિદ્ધાંત નું દૃઢ પાલન એ જ મારી દ્રષ્ટિએ અપરિગ્રહ.
 
પરંતુ આનો સાચો મતલબ તો જીવનમાં અનુભવ થતાં જ સમજાયો. એમાં પણ પતંજલિ યોગ સૂત્ર (PYS) ના અભ્યાસ થી આ concept એકદમ પાક્કા પાયે ખબર પડી. 
 
અપરિગ્રહ નું practical મહત્વ આટલું જીવનોપયોગી હશે એવી કલ્પના પણ નહોતી.

આપણને બધા ને ભવિષ્ય ની insecurities ને લઇ ને ઘણું બધું સંઘરવાની આદત હોય છે.
ક્યારેક આપણી આ વૃત્તિ ને પોષવા "સંઘરેલો સાપ પણ કામમાં આવે" એવું કહી સમર્થન આપતા હોઈએ છે.
હા, એ કહેવત બિલકુલ ખોટી નથી. પણ ક્યારે, શું અને કેટલું સંઘરવું – એ નક્કી કરવા માટે વિવેક બુદ્ધિ આવશ્યક છે. માત્ર આ કહેવતના આધારે અનાવશ્યક વસ્તુઓ ભેગી કરે જ જવી એ આપણી વિવેક બુદ્ધિનું સ્તર કઈ સ્થિતિમાં છે તે દર્શાવે છે.

અપરિગ્રહ નો ઉલ્લેખ પતંજલિ યોગસૂત્રના અધ્યાય સાધન પાદ માં, અષ્ટાંગ યોગના પ્રથમ અંગ યમમાં થયો છે.
 
अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः  - -PYS 2.30 
अपरिग्रहस्थैर्ये जन्मकथंतासंबोधः -PYS 2.39 
 
એનો મોટો મોટો શાબ્દિક અર્થ એમ થાય કે અપરિગ્રહમાં સ્થિરતા પ્રાપ્ત કરતા, પોતાના જન્મના કારણનું જ્ઞાન થાય છે. (જન્મયાત્રાનો હેતુ સ્પષ્ટ થાય છે)
 
આ વાત સામાન્ય બુદ્ધિથી; માત્ર શબ્દાર્થથી સમજાય તેવી નથી, પણ અનુભવથી એની ઊંડાઈ સમજાય છે. મને પણ અનુભવ થી અને PYS ભણ્યા પછી જ એનો ભાવાર્થ સમજાયો.
 
મારી સ્વભાવિક આદત છે – વધારાની વસ્તુઓ ભેગી ન કરવાની અને સમયે સમયે બિનજરૂરી ચીજો નો નિકાલ કરવાની. અંગ્રેજી માં આને de-cluttering કહે છે. આ આદત ના લીધે જાણે કે મને automatically જ mental clarity મળતી હોય એવું લાગ્યું. De-cluttering જેમ કે – કપડાં, જે ક્યારેય પહેરાતા નથી, ઘરમાં પડેલી બિનજરૂરી વસ્તુઓ, કિચનનાં ડબ્બાં કે વાસણો જેનો ઉપયોગ નથી થતો, જૂનાં કાગળો, ફાઇલો, પ્લાસ્ટિકની થેલીઓ, અનાવશ્યક decorative વસ્તુઓ and most importantly, de-cluttering of thoughts. – એવું બધું જ જે ઘરમાં અને મનમાં ખોટી જગ્યા રોકે છે અને ખોટું maintenance નું burden વધારે છે
 
પણ વિચારોનું de-cluttering એમ કાંઈ એટલું સરળતાથી નથી થઈ જતું. આસપાસ નું environment ખુબ જ matter કરે છે. 
ચાલો એક ઉદાહરણ થી જોઈએ - આ બંને ફોટા જોઈને તમારી જાત ને પૂછો કે આ તમારો room હોય તો તમને કયા માં રહેવું ગમશે? અને ક્યાં વધારે સારી રીતે ચિંતન મનન કરી શકશો?
 
 
 
તમારો જવાબ સ્વાભાવિક રીતે જ option B હશે. (જો તમારો જવાબ option A હોય તો તમે ખોટો આર્ટિકલ વાંચી રહ્યા છો 😀)  
 
જ્યારે આસપાસનું વાતાવરણ સ્વચ્છ અને સુવ્યવસ્થિત હોય છે, ત્યારે તેની સીધી અસર મન પર થાય છે એવું વિજ્ઞાન પણ કહે છે. વ્યક્તિગત રીતે કહું તો મને સૌથી વધારે ફાયદો clear decision making માં થયો હોય એવું લાગ્યું. Mental Dilemma & Decision Fatigue ઘટ્યું હોય એવું લાગ્યું. 
 
Decision Fatigue એટલે નિર્ણય લેવાનો થાક. 
 
મે એવા ઘણા લોકો ને જોયા છે જેમને નાની નાની વાત નો નિર્ણય લેવાનો હોય તો પણ always confused જ હોય, રોજિંદા જીવનના નાના નાના નિર્ણયો લેવામાં પણ એમને જાણે કે માનસિક થાક લાગતો હોય જેના લીધે indirectly તેમની overall work efficiency ઘટતી હોય છે અને તેની અસર ધીમે ધીમે overall well-being of life પર પડે છે. 

અને મેં એ બધા નું surrounding પણ observe કર્યું છે. એ બધાની એક વાત મને કોમન લાગી – આવા બધાં લોકોને વસ્તુઓ ભેગી કરવાનો ખુબ શોખ પરંતુ ડીક્લટરિંગ કરવાની આદત, સમજણ અને  ક્યારેક તો સમય જ નહીં. આવી observation pattern, co-incident તો ના જ હોઈ શકે.

તમે માનો કે ન માનો, રોજે સવારે કયા કપડાં પહેરવા એ નક્કી કરવું પણ ઘણા લોકો માટે મોટો task હોય છે.  વિશ્વપ્રસિદ્ધ ઉદ્યોગપતિઓ જેમ કે સ્ટીવ જોબ્સ (Apple) અને માર્ક ઝુકરબર્ગ (Facebook) – બંનેએ પોતાના રોજિંદા જીવનમાં કપડાંની પસંદગી સરળ બનાવી દીધી. તેઓએ રોજે એકસરખા પ્રકારનાં કપડાં પહેરવાનું નક્કી કર્યું, જેથી શું પહેરવું તેવા નાના નિર્ણયો પર માનસિક ઊર્જા વેડફાવાની જગ્યાએ, તે ઊર્જા મોટી અને મહત્વપૂર્ણ બાબતોમાં વાપરી શકે.
 
સૂત્રના ભાવાર્થ પર પાછા જઈએ તો...
अपरिग्रहस्थैर्ये जन्मकथंतासंबोधः -PYS 2.39 

આ સૂત્ર નો જે શાબ્દિક અર્થ છે એનો ભાવાર્થ હવે સમજાયો કે જન્મયાત્રાનો હેતુ  એટલે કે Purpose of life સ્પષ્ટ થાય છે. સ્પષ્ટતા - Clarity - સાચી દિશા - સાચા નિર્ણયો અને તેથી સારા પરિણામો -- આ બધા પરિબળોના લીધે જ તો life નો સાચો હેતુ શોધવામાં સફળતા મળે છે. લોકોની આખી જિંદગી નીકળી જતી હોય છે તો પણ ઘણીવાર purpose of life નથી શોધી શકતા. તેથી જો Modern context માં અપરિગ્રહ નું સૂત્ર સમજીએ અને અપનાવીએ તો ખરેખર ઘણી બધી રીતે તેના ફાયદા રોજિંદા જીવન માં લાગુ પાડી શકાય છે.

બીજા બે બહુ પ્રચલિત modern references આપું તો એમાંનું એક છે New York time best-seller book the life changing magic of tidying up અને બીજી book Ikigai: the Japanese secret to a long and happy life  જેમાં authors એ બહુ સારી રીતે હાઈલાઈટ કર્યું છે કે કઈ રીતે De-cluttering અને minimalism વાળી જીવનશૈલી એ આપણા વિચારોને એક દિશામાં સ્થિર કરીને લાઇફમાં creativity ને invite કરે છે અને life નો purpose find કરવામાં મદદ કરે છે. 
 
અપરિગ્રહનો લાભ માત્ર આપણને જ થાય છે એવું નથી પરંતુ indirectly પર્યાવરણનું પણ રક્ષણ થાય છે. કારણ કે જ્યારે આપણે બિનજરૂરી વસ્તુઓ ભેગી નથી કરતાં ત્યારે કુદરતી સંસાધનો (environmental resources) બીજાઓ માટે conserve થાય છે. એટલે જીવનમાં મળતી clarity ની સાથે સાથે પ્રકૃતિ ના જતન માં પણ આપણો ફાળો અપાઈ રહ્યો છે  એવા અનુભવથી એક સંતોષ ની લાગણી પણ અનુભવાય છે.

અષ્ટાંગ યોગનું બીજું એક સૂત્ર છે, જે સંતોષના મહત્ત્વને સ્પષ્ટ કરે છે અને આ વાતની સાર્થકતા નો પુરાવો આપે છે. 
संतोषादनुत्तमसुखलाभः - PYS 2.42 (= સંતોષ થી પરમસુખ પ્રાપ્ત થાય છે )

આ રીતે અપરિગ્રહ એ માત્ર ધાર્મિક/તત્ત્વજ્ઞાનિક વિચાર કે ખાલી De-cluttering સુધી સીમિત નથી પણ જીવનને હળવું, સ્વચ્છ અને આનંદમય બનાવવાનું એક practical સૂત્ર છે; એવી જીવનશૈલી છે કે De-cluttering કરવાની જરૂર જ ના પડે.

તો આ અપરિગ્રહ ની આદત કઈ રીતે વિકસાવવી? 

- કાંઈક છોડવું કે દાનમાં આપી દેવા કરતાં વધુ સરળ તો એ છે કે જેની જરૂર ન હોય એવી વસ્તુઓ પહેલે થી ભેગી જ ન કરવી. કારણ કે ઘણીવાર De-Cluttering કરવાની ઈચ્છા હોવા છતાં સમયના અભાવ કે અન્ય પરિબળોના કારણે તે શક્ય નથી બનતું. અને તેનો સૂક્ષ્મ પ્રભાવ આપણા મન પર પડે છે.

- કોઈ સેલ આવ્યો હોય કાં તો કોઈ વસ્તુ ભલે ને મફતમાં જ કેમ ના મળતી હોય આપણે જેની જરૂર જ નથી એ વસ્તુ આપણે લેવી જ નથી એવો એક સિદ્ધાંત બનાવી દઈએ તો અપરિગ્રહનું સારું પાલન થઇ શકે; પણ આપણે શેની જરૂર નથી એનો નિર્ણય કરવા માટે પણ વિવેક બુદ્ધિ ની જરૂર પડે છે 

નાની શરૂઆત કરો → એક સાથે બધું ન છોડી શકાય. પહેલા કપડાં, પછી કિચન, પછી બાકી સામાન – ધીમે ધીમે ડિકલટરિંગ શરૂ કરો. અને જાતે જ અનુભવો કે આ કાર્ય પછી મન હળવું લાગે છે કે નઈ? આ અનુભવ આગળ વધવા  માટે automatic પ્રેરશે.

- ઓનલાઇન food order કરવામાં કે પછી જાતે રસોઈ બનાવવામાં Mindful રહો જેથી food waste ના થાય. અન્ન નો બગાડ એ માત્ર ગુનો જ નહીં પણ પાપ છે કારણ કે દુનિયામાં જરૂરિયાતવાળા કેટલાય લોકો રોજ ભૂખ્યા સુવે છે. 
 
જરૂરિયાત અને ઇચ્છા વચ્ચે ફરક શીખો → ઘણીવાર આપણે ઇચ્છાને જરૂરિયાત માની લઈએ છીએ. એ બંનેમાં સ્પષ્ટતા કરવી. 
 
- મનનું ડિકલટરિંગ કરો → માત્ર વસ્તુઓ નહીં, પરંતુ વિચારોને પણ સરળ બનાવો. રોજ થોડી ક્ષણો ધ્યાન કે લેખન દ્વારા મનને સ્વચ્છ કરો. ઉપર બતાવેલી પ્રવૃત્તિઓ કરશો તો  એના લીધે આ કાર્ય ને પણ એક સારું environment મળી રહેશે. 
 
- અનાવશ્યક comparison ટાળો → બીજાના જીવન, વસ્તુઓ કે status સાથે પોતાની સરખામણી કરવી એ જ અપરિગ્રહના વિરુદ્ધ છે. 
 
- સૌથી વધારે Important વાત - જાત અનુભવ જ આગળ વધવા માટે નું ઉત્તમ boost છે - See for yourself by being on the path of અપરિગ્રહ. 
 
 વાંચવા માટે આભાર 🙏 – ભુમિ ગોકલાણી 
 તમે કઈ નાની આદત અપનાવીને અપરિગ્રહ તરફ આગળ વધવા માંગશો? તમારા વિચારો કોમેન્ટમાં લખો 🙏

Comments

  1. બહુ સરસ અભ્યાસ. હંમેશ મુજબ દરેક પળે નવું સોપાન મળશે. શુભેચ્છાઓ 💐

    ReplyDelete
  2. वाह! बहुत सुंदर रचना लिखी हैं, अपरिग्रह का बहुत ही सुन्दर उदाहरण प्रस्तुत किया है! हम वादा करते है की इसको अपने जीवन मे अपनाने की पूरी कोशिश करेंगे, और तुम इसी तरह आगे भी हमको मार्ग दर्शन देती रहो हमारा आशीर्वाद हमेशा तुम्हारे साथ है!

    ReplyDelete
  3. ખુભ સરસ સરલ ભાષા માં સમજઈ જાય એવું લખ્યું ભૂમિ બેન તમે તો 👌ખૂબ આગડ વધો એવી શુભેચ્છઓ

    ReplyDelete
  4. त्याग शांति अनंतरम् નું extended version lagyu. Next blog suggestion if you wanna write, ke motivated thaya pachi motivation par stay kai rite રહેવાય અનંત, કઈ શસ્ત્રો માં કોઈ શ્લોક કે કઈ ફોડ પાડી હોય તો લખો 👌🏻😇😇🙏🏻🙏🏻🕉️

    ReplyDelete
    Replies
    1. @deep - thanks for your feedback. The topic suggestion is really nice. I will definitely write on this. Keep sharing suggestions 😇🙏🏻

      Delete
    2. Here is the new blog as you requested @Deep: https://bhumigoklani.blogspot.com/2025/11/motivation-vs-habits.html

      Delete
  5. Very nice topic. I was not aware of the term Aparigrah till now. Great to see how our scriptures ❤️ have already covered all the topics that the modern references 'claim' they have discovered 👌

    ReplyDelete
    Replies
    1. Exactly! Everything that the western world is claiming theirs, our scriptures have encountered before centuries!! Thanks for reading and sharing your views!!

      Delete
  6. પ્રાચીન વાત ને અર્વાચીન રીતે ખૂબ સરસ રજૂ કરી છે .ભૂમિ બેન.સંગ્રહ ને ત્યાગવો આ પણ એક જીવન સંગ્રામ છે.પણ એ લડત માં જીતવાનો પ્રયત્ન કરીશું

    ReplyDelete
    Replies
    1. પ્રાચીન વાત ને અર્વાચીન રીતે રજુ કરી શકવાનું કારણ છે Patanjali Yog Sutra. सारवत्‌ विश्वतोमुखम्‌। 🙏🏻

      Delete
  7. ખૂબ જ સુંદર રીતે આખો વિષય આલેખ્યો છે.
    આપણને ના જોઈતી ઘણી વસ્તુઓનો સંગ્રહ આપણે કરતા જ હોઈએ છીએ. અને એ આદત ધીમે-ધીમે સુધારવાના ખૂબ સરસ રસ્તા વર્ણવ્યા છે.
    આવી જ રીતે નવા નવા વિષયો પર લખીને અમને અવગત કરતા રહો એવી શુભેચ્છા. 👏👏🙏

    ReplyDelete
  8. ખૂબજ સ્વચ્છ આર્ટિકલ લખ્યો છે, ભૂમિ...

    આ આર્ટિકલ લખીને એક પગલું આગળ ભરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...

    મને લાગે છે કે આપણી વસ્તુઓ ખરીદવાની, તેને સાચવવાની, તેનો ઉપયોગ કરવાની, કે તેની આવશ્યકતા ને મહત્વ આપવાની... આ તમામ આદતો આપણા મનની વિચારશૈલી સાથે સીધે સીધી સંકળાયેલી છે...

    એટલે ક્યારેક પોતાના મનમાં જોવાનો રસ્તો ન મળતો હોય, તો આપણું કબાટ ખોલીને જોઈ લેવું... કદાચ કોઈ hint મળી જાય...!

    ReplyDelete
    Replies
    1. Receiving feedback from a લેખિકા herself !!! Thank you very much 😇
      Loved this "મનમાં જોવાનો રસ્તો ન મળતો હોય, તો આપણું કબાટ ખોલીને જોઈ લેવું... કદાચ કોઈ hint મળી જાય...!" 👌👌👌

      Delete
  9. It is very wonderful and informative article.

    Everyone has to do decluttering, it can be mentally or physically.
    Thank you.

    ReplyDelete
  10. Interesting. But something is missing.
    What about money?
    "Paani baadhe naav me, ghar me baadhe daam.
    Dou haath ulechiye, yahi sayaano kaam."

    ReplyDelete
    Replies
    1. Wow! Very nice comment. 🌸 Why have you commented anonymously? 🤔🤔 Would love to know who you are :) The concept of અપરિગ્રહ surely applies in money matters as well. I have seen many wealthy people flowing their money wisely towards causes that contribute to society in positive manner. This is something not everyone is capable of doing; may be that's why I didn’t think of mentioning this in the blog, but your point is indeed a very valuable addition. 🙏

      Delete
    2. Sometimes staying unnamed keeps the focus on the thought, not the person :)
      Anyways, I'm glad you liked my comment. Will look forward to more such blog posts. Keep it up.

      Delete
    3. "Focus on the thought, not the person :)" this one sounds familiar statement 🤔I am guessing 🤔🤔 also if you look forward to more posts from me, how do I send you the link when I publish another blog if I don't know who you are? 😀

      Delete
    4. It's Okay, I can subscribe to your blog now. Don't guess, :) because it will not work. :D You have inspired me to write the blogs, so I may write something soon. Will let you know.

      Delete
    5. Glad I was able to inspire!! Looking forward to your blogs (Strange how would I get a link 🤔) All the best!!!

      Delete

Post a Comment

💫 Got a thought, question, or a spark of insight? Don’t hold back - your thoughts make this space brighter! I’d love to hear from you. 🌸

Popular posts from this blog

Reliability Built on Commitments – યોગિક દૃષ્ટિકોણ

Motivation is a Bubble - Habits are Permanent

Toxic Positivity – Pressure of BEING POSITIVE