Reliability Built on Commitments – યોગિક દૃષ્ટિકોણ
🤔 What is RELIABILITY?
આપણે બધા આપણી personal & professional લાઇફમાં આપણી આજુબાજુના લોકોમાં એક એવી quality ની ખોજમાં હોઈએ છીએ કે જે relationships મજબૂત કરે & trust build કરે. આ quality છે reliability (વિશ્વસનીયતા) એટલે કે લોકોને ભરોસો હોય કે તમે જે કહો છો એ કરશો જ. આ quality આપણી એક અલગ જ ઓળખ ઊભી કરે છે. તમે reliable હોવ તો જ કોઈ તમારી વાત પર ભરોસો કરીને તમારા પર dependent રહી શકે છે.
આજકાલના fast paced અને competitive સમયમાં reliability માત્ર moral value નથી પરંતુ એક success factor છે. જોબ, બિઝનેસ, ઘર કે પછી personal relationship હોય; જે વ્યક્તિ commitment ઉપર ટકેલું રહે છે એ જ લાંબા ગાળાનો વિશ્વાસ જીતી શકે છે.
🧘♀️YOGIC Perspective
Being reliable = fulfillment of commitment = doing what you said you will do - આ સત્યપાલન નું એક સૂક્ષ્મ સ્વરૂપ જ છે.
પતંજલિ યોગસૂત્રના અષ્ટાંગ યોગમાં 'સત્ય'નું પાલન કરનારને મળતા એક ખાસ ફળ ની વાત કરી છે.
अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः - PYS 2.30
सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् - PYS 2.36
આમ તો સત્ય ની વ્યાખ્યા કરવી કે સમજવી એ ખુબ અઘરી છે કારણકે બધા ના પોતપોતાના perspective = પોતાનું "સ્વઘોષિત" સત્ય. પણ આ સૂત્રનો સૂત્રાર્થ કાંઈક આવો છે. (સત્યમાં સ્થિર થવાથી એવી સિદ્ધિ મળે છે કે વાણી સત્યરૂપ બની જાય છે - એટલે કે જે કહે છે તે સિદ્ધ થાય છે.)
તમે નક્કી તમારી આજુબાજુ કોઈક તો એવું માણસ જોયું હશે કે તે જે કહે છે તે કરી બતાવે છે. આવા લોકોનો commitment power મજબૂત હોય છે.
જયારે આપણે consistently પોતાના commitments પૂર્ણ કરીએ છીએ, ત્યારે ધીમે ધીમે ઘર, સમાજ કે ઑફિસમાં આપણી એક મજબૂત credibility ઊભી થાય છે. લોકોમાં એવો વિશ્વાસ જન્મે છે કે – 'આ માણસે કહ્યું છે એટલે થશે જ'. મારી સમજ મુજબ, આ જ તો છે — વાણીનું સત્યરૂપ બનવું.
જો આ વિચારને આધુનિક દ્રષ્ટિકોણથી જોઈએ, તો સત્યપાલનનું ફળ માત્ર આધ્યાત્મિક જ નથી, પણ માનસિક દ્રઢતા રૂપે પણ પ્રગટ થાય છે. કોઈપણ commitment નું પાલન કરવા માટે deep focus, માનસિક શિસ્ત અને ઊર્જાની જરૂર પડે છે. આ process માં વ્યક્તિ પોતાની અંદર એવી શક્તિ વિકસાવે છે કે તે નક્કી કરેલા goal ને છોડતું નથી, ભલે ગમે તેટલા અવરોધો આવે. એ જ ઊર્જાનું પરિણામ છે કે એવા લોકો 'જે ધારે તે કરી છૂટે' છે.
🤝 Credebility through Commitments
વિશ્વસનીયતા માત્ર બોલવાથી નહીં, પરંતુ બોલ્યા પ્રમાણે કાર્ય કરીને બતાવવામાં develop થાય છે. Actions speak (Extremely) louder than words!! મારા જીવનમાં માણસોને પારખવા માટે 🔎👀🕵️ મેં આને એક સૂત્ર બનાવી દીધું છે અને આના કારણે ખરેખર ઘણા બધા સારા નિર્ણયો લેવામાં મદદ પણ મળી છે.
બહુ સ્વાભાવિક વાત છે કે દરેક તક આપણને પોતાની ક્રેડિબિલિટી પર જ મળે છે. છતાંય ઘણી વાર આપણે આપેલા કમિટમેન્ટ્સ પૂરાં કરવામાં કાચા પડી જઈએ છીએ. આપણી વાત માં વજન તો જ જણાશે જો સામેવાળાને આપણી સાથેના ભૂતકાળ ના અનુભવ માં આપણે એક જવાબદાર અને reliable વ્યક્તિ લાગ્યા હોઈશું.
ઘણા "મહાનુભાવો" એ કહ્યું છે કે "જ્યાં આપણી વાત ની value ના થાય તે જગ્યા છોડી દેવી" પણ બધી વખતે આ વાત નું કડક પાલન કરવું એ ક્યાંક આપડો ego પોષવા જેવી વાત છે. આપણી વાત ને જોઈએ એવું મહત્વ કે પ્રતિસાદ ના મળતો હોય તો જગ્યા છોડતા પહેલા જરાક આપડા ભૂતકાળ માં ડોકિયું કરી ને ચકાસી લેવું - ક્યાંક આપડી જ ચૂક (Pattern) નજર માં આવશે. એમાં બીજાને દોષી ઠહેરાવવાનો આપણને કોઈ અધિકાર નથી.
આપણે કરેલા commitments ને પુરા ના કરવા એ પણ એક રીતે સૂક્ષ્મ હિંસા જ છે. Indirectly તમે ત્યાં એવું જ સાબિત કરો છો કે સામેવાળા માણસ ની અને તેમના સમય ની તમને પરવાહ નથી.
🔎👀સામાન્ય અનુભવો
- "હું તમને કાલે વળતો જવાબ આપું" ("I will get back to you tomorrow")
- (મારા હિસાબે આ એક temporary છટકબારી છે 😀. ) એવું કીધા પછી વળતો જવાબ જ ના આવે & તમારે follow-up લેવું પડે.
- "હા એ કામ હું પતાવી દઈશ" ("Yes, I will take care of that task")
- અને છેવટે એ કામ તમારે જ પતાવવાનું થાય. 🤦♀️🤦♀️
- "૧૦ જ મિનિટ માં callback આપું"
- ને પછી અડધો કલાક રાહ જોઈને તમારે જ સામેથી call કરવો પડે.
- "આ E-mail હું તરત કરી દઉં છું "
- અને તમારા Verbal Follow-up વગર Email જ ના આવે.
🤔 તો આ Reliability કઈ રીતે Develop કરવી?
જ્યાં સુધી તમે પોતે Sure ના હોવ ત્યાં સુધી Timebound Commitments ના આપો એક tentative/approximate સમય કહો જેથી સામેવાળો પોતાનું બીજું કામ પણ manage કરી શકે.
Commit કર્યા પછી સંજોગોવસાત સ્થિતિ બદલાય તો તમે સામેથી Update કરો કે આ હવે શક્ય નથી.
તમે આપેલા Timebound Commitments માટે Reminders મૂકી ને એને પુરા કરવા એ તમારી duty છે. જો ema સામેવાળાએ follow-up કરવા પડે તો તમારી reliability ઘટે છે.
Overcommit ના કરો. એક સાથે બહુ બધી વસ્તુઓ માટે “હા” ના બોલો. જે realistically પૂરી કરી શકો એટલું જ હાથ માં લો. એક limit પછી ના પાડતા શીખવું એ પણ એક કળા છે.
Start small. “10 મિનિટમાં call કરું છું”, “ઘરે પહોંચી ને message કરું છું” → આવા નાના નાના વચનો તો ખાસ પુરા કરો. Habit અને trust build કરવામાં શરૂઆત માં તે બહુ જરૂરી છે.
TODO બનાવવા ની આદત કેળવો (Documentation/Writing નો ઉપયોગ કરો). It shows that you have already taken the first step of fulfilling your commitments. લખેલું જયારે Mark as Done ✅ થાય છે ત્યારે dopamine release થાય છે. આપણા મગજમાં reward system છે, જ્યારે કોઈ task પૂરો થાય છે (ભલે એ નાનો task હોય), ત્યારે મગજ એને achievement સમજે છે.
Achievement = reward signal = dopamine release (feel-good hormone) = આગળ વધવા માટે નું Motivation
CONCLUSION
- Professional world માં તમને એક strong leader અને trustworthy team member બનાવે છે.
- Personal life માં તમને એક trustworthy partner, caring અને responsible family member બનાવે છે જેનાથી harmony અને peace જળવાઈ રહે છે.
- Friends & Society માં તમારી એક strong support system & સન્માનનીય આગવી ઓળખ ઉભી કરે છે.
Very good article.
ReplyDeleteMy observation in day-to-day life is when i ask my husband to do some chores he says "yes i will do it in 10 mins" and then ... You know what must be happening 😀
Jokes apart - beautiful explanation with tips on how to improve our relationship with people around us through being more reliable 👌
I see why you posted anonymously 😂😂
DeleteAnyway, thanks for your feedback 😇
I will like to start with TODO creation. Thanks for that suggestion.. i agree with the dopamine and motivation part of it 👌
ReplyDeleteGlad you liked that tip! All the best :)
DeleteInteresting post. A good blog post is when the reader can relate it with his day to day life. This is what exactly happened with me while reading it. I am having a question that I would like to ask, if you feel ok to answer.
ReplyDelete-There's a working professional who is doing his duty with utmost honesty, and completes all the work assigned by his boss. Let say he's kind of "Yes Boss" type. He is popular for his work quality. Boss starts giving him work with hard deadlines. He is accepting all the work and meets all the deadline working day and night. Boss decides to stretch him beyond limits, and remember he's "Yes Boss" type. To meet his deadlines, now he has developed new skills to speed up the work with compromised quality. This skill teaches him negligence to minor detailing that may be critical. Company gets what it wants, but his quality breaks, and as a person his skills do not carry the reliability of quality anymore, that is what he knows and he feels. But he met all the deadlines. Will the dopamine (the feel god hormone) work for him?
First – Thank you for your honest feedback 🙏. I always try to write in a very “raw” format – reflecting real experiences so one can easily relate.
DeleteSecond – I am still guessing who you are 😄. I think this question itself has a hint. I think I know now...🤨
Lastly – I think to answer your query, a deep વાર્તાલાપ is required. But if I have to answer briefly then see, when the work is progressing, dopamine stuff still works because in the "short term he is still achieving something". But in his case, for the long term, if અંદરથી dissatisfaction અને guilt આવે છે..…then when new work is assigned by his boss, he should make it clear in respectful manner that "the previous work requires some quality check; I am personally not satisfied with the progress yet; but if this sounds ok to you and the priority is to move on to next task, I'll do so" - that way he has already made it clear that the quality may lack the standard level and has not kept the boss in dark.
Sometimes the boss knows the impact of compromising quality on some low priority items over the progress he/she wants to make to move ahead faster. They may not always be in a state of explaining everything to the team.
This way, the employee has done his JOB (DHARMA) of being transparent, still obeying the instructions and also made his side safe (Which is equally important and part of his DHARMA only).
and for this part "as a person his skills do not carry the reliability of quality anymore" 👇
DeleteI think if he tries to make his work clear like the above, he is still a "reliable" person because he has not ignored the quality "by choice"; and when the "quality" is one's trademark, it always reflects in the work they do.
I really appreciate your answer. Thanks for solving my dilemma, your reply has motivated me to be more transparent. Sometimes, we should not hold ourselves back and be the true version of ourselves "without filters" to work efficiently.
DeleteAbout guessing --> you can keep guessing, but should you? My advice is "do not guess" :D
Deleteyes yes! already stopped guessing as I know who you are already!!! Facing you almost everyday 😉
DeleteThen, I am curious to know. Who am I?
Deleteખૂબ સાચી વાત છે રિલાયેબલ હોવાના ઘણા બધા ફાયદા છે પણ ઘણીવાર "આ બહુ રિલાયેબલ માણસ છે" એવું કહીને લોકો ખૂબ કામ કઢાવી જતા હોય છે. 😂 એવા અનુભવો ના લીધે "काम ऐसा करो कि कोई दूसरी बार ना बताएं" વાળો એટિટ્યુડ વધુ ફાયદાકારક લાગે છે 😜
ReplyDelete😂😂 On a lighter note, I agree with you. પણ નુકસાન કરતા ફાયદાઓ જ ઘણા છે. Biggest benefit is that you get more opportunities. આપણે balance રાખતા શીખવું પડે કે reliability strength બની રહે પણ exploitation ના થાય. From my blog itself 👉 "એક limit પછી ના પાડતા શીખવું એ પણ એક કળા છે. "
Delete