Decision fatigue - નિર્ણય લેવાનો માનસિક થાક
"શું જમવાનું બનાવું?" – ઘણા ઘરોમાં સૌથી કંટાળાજનક અને જાણે પહાડ જેવો ભારે નિર્ણય લેવાનો હોય એવો મોટો પ્રશ્ન લાગે!
રોજ repeat થતો હોવા છતાં શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય? આ ભારેખમ feeling નું નામ છે Decision Fatigue - નિર્ણય લેવાનો માનસિક થાક.
Scientific research પ્રમાણે, એક સામાન્ય માણસ દરરોજ લગભગ 20,000 - 30,000 નાના-મોટા નિર્ણયો લે છે.
વગેરે વગેરે..આવું તો કેટલુંય.
આમાંથી મોટા ભાગના નિર્ણયો એટલા નાના હોય છે કે આપણે એના વિશે વિચારતા પણ નથી. પરંતુ દિવસના અંતે આ બધા micro-decisions મળીને આપણી mental battery નો સારો એવો હિસ્સો વાપરી ચૂક્યા હોય છે.
આમ દિવસ પસાર થાય ત્યાં સુધી ઘર, office, friends & social media ma તો કેટલીય જાત ના નિર્ણયો લેવા માં brain capacity વપરાઈ જતી હોય.
સાંજ સુધીમાં, ઘર-પરિવારના important decisions લેવાના આવે ત્યારે brain ની capacity ઘણી ઘટી ગઈ હોય. ત્યારે શરૂ થાય — procrastination - "કાલે કરી લઈશ" વાળી બીમારી.
"અત્યારે mood નથી", "Relax થવું છે", "કાલે વાત...".
...અને એ "કાલ" ક્યારેય આવતી જ નથી. કારણ? આપણે રોજ-બ-રોજના robotic schedule માં કેદ થઈ ગયા છીએ and by the time we are supposed to make those decisions, we are mentally tired.
આ સ્વાભાવિક છે. પણ આ જ વસ્તુ જો pattern બની જાય તો એને break કરવી જરૂરી છે. આ pattern mental health માટે ખુબ risky છે.
ઘણા લોકોને મન એ question આવે — "ન ચાહવા છતાં procrastinate કેમ થાય?" — Decision fatigue એ જ એનો જવાબ છે.
સામાન્ય રીતે વિચારીએ તો એવું લાગે કે એમ કાંઈ નિર્ણયો લેવામાં થાક લાગતો હશે? પણ આપણા routine માં ઝીણવટથી ડોકિયું કરીએ તો ખબર પડે કે આવું કેમ થાય છે.
🧐 Decision Fatigue થવાના કારણો
અમુક નિર્ણયો માં કોઈ 2 options નથી હોતા. ત્યાં energy આપવી જ પડે non-negotiable. જેમ કે office માં મોટા ભાગે અલગ અલગ લોકો & problems સાથે deal કરવાનું હોય, ત્યાં કોઈ fix pattern ના ચાલે. અને જો તમે homemaker છો તો ત્યાં પણ regular કામ-કાજ સિવાય કાંઈક નવું કરવું હોય તો fix pattern નથી ચાલતી. તેમ જ Family માં અચાનક આવી જતી મુસીબતો માં પણ ખુબ વિચારશક્તિ ની જરૂર પડે છે.
તો શું આપણે એવું કાંઈક કરી શકીએ કે જે નિર્ણયો રોજ લેવાના છે – recurring છે, એના માટે fix pattern બનાવી દઈએ? જ્યાં mind એક automation mode પર આવી જાય & brain capacity વાપર્યા વગર જ એ કામ effortlessly થઇ જાય. જ્યાં daily problems અલગ હોવાની શક્યતા વધારે હોય તેવા કામ માટે brain capacity reserve રહે. So we can deal better with the unknown.
💡 Decision Fatigue ઘટાડવાના ઉપાય
- Selection Filter: AI ના જમાના માં દર અઠવાડિયે નવું tool, નવો course અને નવો trend આવે છે. YouTube/Instagram ખોલો તો એક creator ChatGPT શીખવાડે, બીજો Claude, ત્રીજો Gemini, ચોથો કોઈ automation tool... પરિણામે શીખવાનું ઓછું અને compare કરવાનું વધારે થાય.
WhatsApp, YouTube, Email, Instagram, Snapchat, LinkedIn, News Alerts.... what not!
દિવસમાં 100 વાર attention switch કરવાથી decision fatigue ઝડપથી વધે છે.
હવે લગભગ બધા smartphones માં silent notification & focus time settings હોય છે. એનો ફાયદો લેવો જ જોઈએ. જ્યારે દરેક beep પર reaction આપવાનું બંધ થાય, ત્યારે mental energy બચવા લાગે છે. Follow & Subscriptions નું પણ regular filtering કરવું જોઈએ. Keep only those accounts that genuinely add value. Less noise in your phone; less noise in your mind.
which mobile?
which course?
which book?
which investment?
which restaurant?
ઘણા decisions માં perfect answer હોતો જ નથી. જે option 80% યોગ્ય લાગે એ પસંદ કરીને આગળ વધવું ઘણી વાર વધારે productive હોય છે. કારણ કે ઘણી વખત decision કરતાં execution વધારે મહત્વનું થઇ જાય છે.
💡 Personal observation: Family, friends & office environment experience માં મેં જોયું છે — જેમને દરેક વસ્તુ માટે ઢગલો options હોય, તેઓ always confused state માં હોય, જલ્દીથી કોઈ નિર્ણય જ ના લઇ શકે. By the time they decide — someone else has already moved ahead. The worst decision makers ever!!
CONCLUSION
આવા નાના changes થી આપણા રોજિંદા decisions માં થોડો પણ ઘટાડો થાય, તો એ આપણા brain માટે એક પ્રકારની energy saving જ છે. આ બચેલી mental energy પછી ખરેખર મહત્વના નિર્ણયો લેવામાં કામ લાગી શકે.
I have seen people living this lifestyle are much better decision makers & great problem-solvers.
આટલું વાંચ્યા પછી તમારી આસપાસ નજર કરશો તો તરત સમજાઈ જશે કે કોણ રોજિંદા decisions માં જ પોતાની mental battery ખાલી કરી દે છે... અને કોણ systems બનાવીને ઘણા નિર્ણયો automate કરી, પોતાની brain energy સાચવી રાખે છે!!✍️ વાંચવા માટે આભાર 🙏 – ભુમિકા ગોકલાણી.


.png)





.png)
I never run out of work, so I need to find some time for myself. Finding "Me-Time" leads to work pile-ups, which then motivates to do more work. Doing more work then motivates me to find me-time. That's a cycle.
ReplyDeleteThat's a very relatable cycle. 😊 Happens with me too! For me, though, ticking off piled-up tasks gives my brain a little dopamine boost. So as long as we're finding joy and satisfaction in making progress... not just staying busy, I think it's perfectly okay, Truth Haven Ji!!
DeleteBeautifully explained, I appreciate ✨😇
ReplyDeleteખૂબ સરસ અને આજના સમયને સ્પર્શતો મુદ્દો આપે લખ્યો છે.
ReplyDeleteઆ સમસ્યા ખરેખર ત્યાં વધારે જોવા મળે છે જ્યાં વિકલ્પો વધારે હોય, ઓછા સમયમાં શ્રેષ્ઠ મેળવવાની દોડ હોય, સતત સરખામણી ચાલતી હોય અને લીધેલા નિર્ણય પર પણ મન વારંવાર અફસોસ કરતું રહે.
ઘણી વાર દરેક વસ્તુને perfect બનાવવાની દોડમાં આપણે પોતાની માનસિક શક્તિ સાથે જીવનની શાંતિ પણ ગુમાવી દઈએ છીએ. કદાચ દરેક નિર્ણય 100% perfect હોવો જરૂરી નથી; કેટલીક બાબતો સ્વીકારીને આગળ વધવાની ક્ષમતા પણ એટલી જ મહત્વની છે.
ખૂબ સરસ perspective. 😊
Deleteમારો પણ આવો જ અનુભવ રહ્યો છે. જેમની પાસે દરેક બાબતમાં ઢગલાબંધ options હોય, તેઓ ઘણી વાર decision dilemma માં જ અટવાયેલા રહે છે.
and yes I have seen people who wears "White & White" always.. પછી લગ્ન હોય કે મરણ... વિચારવાનું જ નહીં! 😄(આ તો માત્ર minimalism નું એક હળવું ઉદાહરણ છે!!)
ઓછી choices ઘણી વાર વધુ clarity અને ઝડપી નિર્ણયો લાવે છે.
ખુબ સરસ અને ઉપયોગી બ્લોગ
ReplyDeleteThanks Jinambhai
DeleteVery Helpful and beautifully explained,
ReplyDeleteThank you for sharing it
એ પૂછવું હતું કે,
આ બચેલી mental energy પછી ખરેખર મહત્વના નિર્ણયો લેવામાં કામ લાગી શકે.
એમાં તમે કયા નિર્ણયો ને મહત્વના નિર્ણયો કહો છો?
Mental energy માત્ર નિર્ણયો લેવા માટે નહીં પણ ખરેખર એક આનંદિત દિવસ પસાર કરવા માટે જરૂરી છે... માત્ર કામ પતાવવા/દિવસનું ચેકલિસ્ટ પૂરું કરવું... એ જ તો જીવન નથી...
Deleteપણ દિવસમાં કોઈ સારું પુસ્તક વાંચવું... કોઈ ઘરમાં ઊગેલા પુષ્પ સાથે વાત કરવી... તેની સુગંધનો અનુભવ કરવો... કે મનગમતું સંગીત સાંભળવું... પણ જરૂરી છે... એટલે જો આવા અમુક કાર્યો automatic mode પર થતા હોય તો આપણે દિવસ ને વધુ આનંદમય બનાવી શકીએ છીએ... આપણી માટે પણ... અને આપણા પરિવાર માટે પણ... Right bhoomi?
Dear Vrunda, explained so beautifully. 100% agree with you.
DeleteDear Anonymous Ji, જેમ વૃંદા એ કહ્યું તેમ બચેલી mental energy માત્ર મહત્વના નિર્ણયો લેવા માટે જ નહીં, પણ પોતાની જાત માટે સમય કાઢવા, ગમતી પ્રવૃત્તિઓ માણવા, પરિવાર સાથે quality time પસાર કરવા અને દિવસને વધુ આનંદમય બનાવવા માટે પણ એટલી જ જરૂરી છે.
એની સાથે, મારા મત મુજબ જીવનમાં એવા ઘણા નિર્ણયો પણ આવે છે જ્યાં આ બચેલી mental energy ખૂબ કામ લાગે છે. જેમ કે અચાનક આવતી પરિસ્થિતિઓને શાંતિથી handle કરવી, બાળકોને લગતા નિર્ણયો, પરિવારની જવાબદારીઓ, financial planning, career decisions, long-term planning, વગેરે.
Bahu saras lakhyu che ben ghana badha ne aavu emni sathe thay che eni j khabar nathi eva samaye tame aatalu gahan vocharine lkhyu che .kharekhar khub sundar
ReplyDeleteAabhar. 🙏 Would love to know who you are :)
DeleteVery nice blog bhumi. I actually cleaned my wardrobe after reading this blog. Felt so good 😀
ReplyDeleteKeep writing bhumi. you have very unique style of showing facts in light humorous way. I agree that more options always confuse our brain but why many time we are not able to discard unused items? it's very hard for me to let go of old unused items. any tips?
I am so glad the blog was able to inspire you to "take the action"!😇
DeleteThanks for the feedback and your honesty 🙂
Agree, letting go of things feel tough for many but with regular practice of living with minimum options, once you start seeing benefits on your overall life, it would be much easier. All the best!
Thanks Parth!
ReplyDelete