Toxic Positivity – Pressure of BEING POSITIVE

🤔WHAT IS TOXIC POSITIVITY? 


Positivity અને એ પણ toxic? એવું કઈ રીતે હોઈ શકે?
Toxic = ઝેરી 
Positivity = સકારાત્મકતા 

પણ સકારાત્મકતા એ ઝેરી કઈ રીતે હોઈ શકે? આતો એક વિરોધાભાસ છે

હા, તો પણ આપણામાંથી ઘણા બધા લોકો આ જ વિરોધાભાસ ના victim છીએ. ના સમજાયું? સારું ચાલો ઉદાહરણ થી સમજીએ.

- "Good vibes only" 
- "બધું સારું થઇ જશે"
- “ભગવાન જે કરે તે સારા માટે.” 
- "Stop overthinking and be happy."
- "be positive, negative નઈ વિચારવાનું" વગેરે વગેરે ...

Life માં આવતા challenges માં well wishers તરફ થી આવા સહાનુભૂતિપૂર્ણ વાક્યો સાંભળવા મળતા હોય છે જેને આપણે positivity કહીએ છીએ. 

તો આમાં toxic જેવું શું છે? 

- જો મીઠા શબ્દો ના પ્રભાવ થી real emotions દબાઈ જતા હોય & વ્યક્ત થવાની space ના મળતી હોય તો એ છે Toxic Positivity.
- જરૂરી actions વગર "માત્ર" શબ્દો માં આવતું "let's be positive" નું pressure એ જ Toxic Positivity.
- કપરી પરિસ્થિતિ માંથી temporary છુટકારો પામવામાટે -  લાંબા સમયના પરિણામ વિચાર્યા વગર - શબ્દો ના ગલગલીયા રૂપે થતી છટકબારી એટલે Toxic positivity.
- Basically, forced optimism by suppressing real emotions is toxic positivity. 

આવી તો ઘણી definitions શક્ય છે.

ક્યારેક કપરી પરિસ્થિતિઓમાંથી બહાર આવવા માટે આ રીતે મળતી સહાનુભૂતિ ખુબ આવશ્યક હોય છે. પણ Sympathy ના રૂપ માં મળતા positive શબ્દોના આવરણમાં  ક્યારેક (actually મોટાભાગે) આપણે વાસ્તવિકતાથી ભાગવાની છુપી વૃત્તિ ને પોષતા હોઈએ છીએ. કારણકે સામાન્ય રીતે કોઈ પણ માણસ ને દુઃખ ની વાતો વાગોળવી (Face કરવી) ના જ પસંદ હોય.
 
એટલે જ તો કોઈ સાચો પણ કડવો સલાહકાર રસ્તો બતાવે એના કરતા કોઈક મીઠડો માણસ 2 શબ્દો ની સહાનુભૂતિ આપે એ દુઃખી માણસ નું મન જલ્દી accept કરતુ હોય છે. (બહુ મીઠાશ થી diabetes થઇ જાય હો, એટલે માપમાં લેવું!) પણ દુઃખ માં સપડાયેલો માણસ એ સમયે  આવો તર્ક કરવા માટે સક્ષમ નથી હોતો એટલે મોટા ભાગના કિસ્સાઓ માં toxic positivity (એક પ્રકારે મીઠા ઝેર) નો શિકાર બની જાય છે. 

આપણું મન કોઈની પણ sympathy નું ગુલામ ના બની જાય એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. રાજાની ગુલામી છોડવી સરળ છે પણ આ રીતે સપડાયેલું, - always લોકો ની sympathy ઉપર dependent રહેતું - મન એ ગુલામી જલ્દી નથી છોડી શકતું.

PC: https://calmerry.com

 

 😓IMPACT OF TOXIC POSITIVITY  

1) Anxiety & Depression

Sympathy થી મળતી temporary રાહત કે boost પછી કોઈ પણ problem ને solve કરવાની મૂળ action તો આપણે જાત્તે જ લેવાની હોય છે. (ઘણાખરા કહેવાતા) શુભચિંતકો નો role અહીં પૂરો થઇ જતો હોય છે. 

ખરી તકલીફ અહીં પડતી હોય છે કારણકે મન ટેવાયેલું છે temporary સહાનુભૂતિઓ થી. એટલે જયારે ખરી મહેનત કરવાનો સમય આવે ત્યારે માનસિક બળ ખૂટી પડે છે & મન સહાનુભૂતિ માટે તરફડિયા મારે છે. અંદર દબાયેલા/suppressed emotions ઉભરી ને surface પર આવવા માટે તાલાવેલી કરતા હોય છે. કારણકે જ્યાં પોતીકાંઓ સામે આ emotions ને ખંખેરવાના હતા, વ્યક્ત થવાનું હતું ત્યાં તો temporary સહાનુભૂતિ બાજી મારી ગઈ.

અહીંથી શરુ થાય છે depression, anxiety અને ઊંઘ ની ગોળીઓ ની સફર.

2) Isolation & relationship issues

- જ્યારે જ્યારે માણસે પોતાની દુઃખની લાગણીઓ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હોય ત્યારે એને પૂરતું વ્યક્ત થતા પહેલા જ direction વગરનું માત્ર શાબ્દિક motivation મળી ગયું હોય & લાગણીઓ અવ્યક્ત રીતે જ દબાઈ ગઇ હોય ત્યારે માણસનું મન એવું સમજી લે છે કે મને કોઈ સમજી શકશે નહીં એટલે ધીમે ધીમે તેનું sharing ઓછું થઈ જાય છે. 

અહીંથી શરૂ થાય છે isolation અને addiction ની સફર. આવો માણસ socialize થવાનું ટાળે છે અને એકલા રહેવાનું પસંદ કરે છે પરિણામે ખોટી લતોમાં સપડાઈ જવાની શક્યતા વધી જાય છે.

3) Fear of judgement

- જ્યારે અવ્યક્ત લાગણીઓ મનમાં અને મનમાં ગુંગળાયા કરે ત્યારે સામેવાળી વ્યક્તિ કંઈ ખાસ judge ના કરતી હોવા છતાં victim ના મન માં એવો ડર રહી જાય છે કે લોકો મારા વિશે શું વિચારશે? અને પછી આ દબાયેલા emotions ભૂલકણો સ્વભાવ, ગુસ્સો & ચીડિયાપણું બનીને negative રીતે આજુબાજુ ના લોકો પર વ્યક્ત થાય છે.
 

🔎👀 DAY-TO-DAY EXAMPLES

1) Affirmations

Affirmations એટલે સકારાત્મક વાક્યોનું Repetition. હું અહીં robotic repetition ની વાત કરું છું એટલે કે યંત્રવત રીતે repetition without required action.

મારી દ્રષ્ટિએ આજકાલ popular થયેલા - માળા ના મણકા ની જેમ repeat થતા અને supporting actions ને અમલ માં લાવ્યા વગર ગોખવામાં આવતા  - positive affirmations પણ આ બીમારી ના અનેક કારણોમાંનું એક છે. 

એનું સૂક્ષ્મ અવલોકન કરીએ તો ક્યાંક ને ક્યાંક affirmations ને repeat કરતી વખતે mind relaxation mode માં જતું રહે છે - happy hormone effect - because affirmations are meditative & એમાં પણ soft background music સાથે હોય એટલે perfect combination. It gives boost/kick 100% but "repetition without action" ના લીધે લાંબા સમય સુધી પણ પરિણામ ના મળતા મગજ ફરીથી અકળાય છે ને ફરી કંઈક નવો નુસખો શોધવા લાગે.  

જેમ કે "હું સંપૂર્ણ સ્વસ્થ છું", "ભગવાન હંમેશા મારી સાથે છે", "I choose to be happy!" વગેરે વગેરે...  
મેં મારા Motivation vs Habits વાળા બ્લોગમાં કહ્યું છે એમ આ affirmation એ motivation નું કામ કરે છે પરંતુ પરિણામ તો માત્ર અને માત્ર તેના અનુરૂપ આદતો જ આપે છે. તેથી day to day life ની આદતોમાં જો ક્યાંય પણ health પ્રત્યેની awareness કે ભગવાનની સાક્ષી અનુરૂપ કાર્યો કરવામાં ન આવે તો આ affirmations ક્યાંથી પરિણામ આપે? એટલે અહીં પણ toxic positivity જેવું જ પરિણામ મળે છે.
 
અપવાદ: જો તમે યોગીઓની જેમ સત્યને સાધ્યું હોય અને તેમાં સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો આ affirmations ચમત્કાર પણ કરી શકે!! (Read more about power of commitments & truth here)

2) 🏢At Office 

Employee: "I feel I am overloaded with work." 😰
Manager "Don't stress, be positive. I know you can do it." 🤦‍♀️
 
Employee: "There seems to be a problem with this process or person." 🧐
HR: "Let's not focus on problems, keep energy positive." 🙄
 
આમ ઘણી વાર વાસ્તવિકતાની સામે આંખ આડા કાન કરવાથી કર્મચારીઓમાં frustration વધી જતું હોય છે અને ધીમે ધીમે તેઓ silent mode પર જતા રહેતા હોય છે. દરેક વખતે problems ના instant solutions શક્ય નથી જ હોતા પણ acknowledgement of feelings is important for the employee to feel safe & being heard.


3) 🏠At Home

Situation: બાળક કોઈએ કરેલા અન્યાયપૂર્વક વર્તન ના લીધે દુઃખી છે. 
Parents: "આપણે એમના માટે સારું જ વિચારવાનું, એ સારા થઇ જશે."

મારી દ્રષ્ટિએ આ સમયે parents ની ફરજમાં બાળકને સારું વિચારવાની સાથે સાથે ન્યાયશાસ્ત્ર અને દંડનીતિ ના સિદ્ધાંતો પ્રમાણે guide કરવાની પણ જરૂર હોય છે. કઈ રીતે પોતાના માટે જાતે stand લેવું અને problems નું solution લાવવું તે શીખવવાની જરૂર હોય છે. જેથી કરી ને મોટું થઇ ને એ બાળક નાની અમસ્તી તકલીફો માં parents ઉપર dependent ના રહે અને સમાજની વાસ્તવિકતા થી પણ aware રહે. અહીં બાળકના મન માં સામેની વ્યક્તિ પ્રત્યે કોઈ દ્વેષભાવ પેદા કરવાની વાત નથી, પણ - કઈ રીતે આ situation થી deal કરવું કે જેથી સામેવાળું ફરીથી તેમને છંછેડવાની હિમ્મત ના કરે - એનું શિક્ષણ આપવાની જરૂર છે.
 
(દંડનીતિ અને ન્યાયદર્શન ઉપર આપણા શાસ્ત્રો માં ખુબ સારું material available છે - જેમાનું એક છે ચાણક્ય નીતિ)    
 
Situation: પરિવારના કોઈ સંબંધમાં વારંવાર કોઈ એક વ્યક્તિના શબ્દો કે વર્તનથી દુઃખ થાય છે. 
Other family members: ઘરમાં શાંતિ રાખવા માટે -- "છોડો ને, એનો સ્વભાવ જ એવો છે", "આવું બધું મન પર નઈ લેવાનું" વગેરે વગેરે ...

પરિણામ? 
એક વ્યક્તિ પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનું ધીમે ધીમે બંધ કરી દે છે,
અને બીજી વ્યક્તિને પોતાના વર્તનમાં બદલાવ લાવવાની જરૂર જ લાગતી નથી!!
Both results are risky! 
(આ જ છે Toxic Positivity!)

આવા કિસ્સાઓ માં સાથે બેસીને assertively discussion કરી ને વાત ની સ્પષ્ટતા કરવી એ જ છે - કડવી પણ important thing for the long lasting positivity in the family! 
 

 🧠 HOW TO AVOID TOXIC POSITIVITY?

"Negative" શબ્દ ને જરૂરિયાત કરતા વધારે જ negative બનાવી દેવામાં આવ્યો છે. 
  
"Always be positive" - માં જે Always વાળું pressure છે એ exhausting છે. 
 
Ok fine, then what about Sadness? Trauma? આ બધી લાગણીઓ માણસમાં સ્વાભાવિક છે. તો શું આનો મતલબ એમ સમજવો કે negative લાગણીઓ ને surface ઉપર આવવા જ ના દેવી?

આપણી અંદર ઉદ્ભવતી તમામ પ્રકાર ની લાગણીઓ નું બહાર વ્યક્ત થવું જરૂરી છે. પછી એ પ્રેમ, ચિંતા, ગુસ્સો, કૃતજ્ઞતા (gratitude), ભય કે રુદન જ કેમ ન હોય. 

Positivity & "be strong" ના નામે આમાંનું કઈ પણ જો દબાવવાની વાત આવે તો તેના પ્રત્યે aware રહેવું & એવી જગ્યાઓને ઓળખી અને filter કરે જવી.

1) Find your safe place.

- ઘણી લાગણીઓ આપણે family માં વ્યક્ત નથી કરી શકતા. (જો એવું થઇ શકે એટલી breathing space દરેક ના ઘરે હોય તો એના જેવું best કઈ જ નઈ) તો દરિયા અને કુવા જેવો એક મિત્ર તો રાખવો જ જ્યાં તમે પોતાની જાતને ઠાલવી શકો. એવી જગ્યા કે જ્યાં ઠલવાયેલું ક્યારે પણ public news નહીં બને!
- Feeling of anger, guilt or shame is not the problem, unprocessed feelings are! 
-  ઘણી વાર ભગવાન સાથે ઝગડી લેવાથી પણ આ લાગણીઓ સારી રીતે બહાર નીકળી શકે છે!

2) Be grateful with awareness 

- કૃતજ્ઞતા એક ખૂબ સુંદર ગુણ છે. જીવનમાં લોકો, પરિસ્થિતિ કે પ્રકૃતિ તરફ થી મળતી મદદ માટે always grateful રહેવું સ્વાભાવિક અને જરૂરી છે. 

- કૃતજ્ઞતા નો overdose પણ ક્યારેક સમસ્યા બની શકે. મેં ઘણા લોકો ને જરૂર કરતા વધારે જ gratefulness વ્યક્ત કરતા જોયા છે (હું આને વેવલાપણું સમજુ છું!!). Being grateful is always important, but feeling inferior because of gratitude is not healthy for self-esteem.

- આ દુનિયામાં મોટાભાગના સંબંધો energy exchange ના સિદ્ધાંત પર ચાલે છે - પછી એ energy સમય, રૂપિયા, કામ, માર્ગદર્શન અથવા કોઈપણ રીતે એકબીજાને મળતી મદદ કેમ ન હોય. તેથી કૃતજ્ઞતા રાખવી જરૂરી છે, પણ સાથે સાથે એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે કૃતજ્ઞતા ના નામે આપણે કોઈની માનસિક ગુલામી તો નથી કરી રહ્યા ને? Awareness રાખીએ તો gratitude અને self-respect બંને સાથે રહી શકે.

3) Dare to disagree

"જે થયું એ સારા માટે" ઠીક છે, પણ આ વિચાર ક્યારેક અન્યાય અને ખોટી પરિસ્થિતિઓ નો સ્વીકાર કરવા માટે મજબુર કરે છે. તેથી જરૂર પડે ત્યાં "It's ok" ના બદલે "This is not fair" કહેવાની હિમ્મત પણ કેળવવી!

4) Set clear boundaries

- Keeping everyone happy is not positivity, it demands your peace of mind. So healthy boundaries are important કારણકે એનાથી "forced optimism"  નો cognitive load તમારા પર નથી રહેતો.
 

5) Stay cautious from Spiritual Bypassing! 

- "નસીબ માં લખ્યું હોય એ થાય", "એવું સમજો કે કર્મબંધન ચૂકવાય છે" ... 
ઘણી વાર આ બધા ની આડમાં પણ આપણે નસીબ ના ભરોસે હાથ ઉપર હાથ ધરી ને બેસી રહીએ છીએ અને વાસ્તવિક પરિસ્થતિના મૂળ કારણ નું analysis જ નથી કરતા. એના માટે ભૂતકાળ ની આપણી ભૂલો ઉપર પણ ડોકિયું કરવું પડે અને ભૂલો ને સ્વીકારી ને એમાંથી શીખવાની દાનત સાથે ઉભું થઇ ને કામે પણ લાગવું પડે.
 
- અહીં "always look forward" & "never look back"  જેવી વાતોને વાગોળવી એ toxic positivity બની જાય છે.
 
 

6) Don't escape tough discussions

- "હું તો argument થતી હોય ત્યાંથી જગ્યા જ છોડી દઉં" - મારી દ્રષ્ટિ એ ઘણા કિસ્સાઓમાં એક છટકબારી હોય છે. ઘણી વાર respectful tough discussions does wonders! 
- Just imagine this
 
એક વાર નું CLEAR, TOUGH, ASSERTIVE discussion કે જેમાં તમે તમારી uncomfortable લાગણીઓ વ્યક્ત કરી દો છો 
Vs  
વારે વારે repeat થતી એ જ અણગમતી situations કે જેમાં lifetime લાગણીઓ ના કડવા ઘૂંટ પીધે જવાના!
 
આમથી તમે શું પસંદ કરશો? 
 
and finally,
 

7) Think negative! Yes.

- એક software project manager હોવાને લીધે હું આ વાતની સાથે સારી રીતે relate કરી શકું છું કારણ કે કોઈ પણ project planning માં negative cases વિશે પહેલા વિચારવું પડે છે.
 
જેમ rocket બનાવતા વૈજ્ઞાનિકો એ પણ વિચારવું પડે કે - “ઇંધણ ખૂટી જશે તો શું?”- અને તે પ્રમાણે planning કરીને જ Rocket છોડવામાં આવે છે. 
 
તેમ જ life માં પણ અમુક સ્વાભાવિક રીતે દેખાતા (the most obvious) negative scenarios નું પણ planning કરવું જ જોઈએ.
 
- 100% planning કોઈ પણ વસ્તુ નું શક્ય નથી, unexpected situations નો રોમાંચ પણ life માં જરૂરી છે પણ આ philosophy અને બેદરકારી વચ્ચેનો ફરક હંમેશા પારખતા આવડવો જોઈએ.
 
- "તું તો દર વખતે negative જ પહેલા વિચારે છે!" જેવા criticism માટે પણ તૈયાર જ રહેવું. 
જોકે આવું કહેવા વાળા ઘણા લોકો ને એમની ઘણી last moments પર negative thinkers એ જ બચાવ્યા હોય એવું મેં જોયું છે!! (એવા સમયે જાદુઈ રીતે જ "પોઝિટિવ" લોકો ગાયબ થઇ જાય છે!)

CONCLUSION

સહાનુભૂતિ, positive affirmations, શુભચિંતકો વગેરે નું જીવન માં હોવું ખુબ matter કરે છે; આ બધું માણસને થોડી હિંમત આપે છે, ઉભા થવા માટે હાથ આપે છે પરંતુ અંતે પગ ઉપાડી ને ચાલવાનું તો જાત્તે જ હોય છે એવી awareness રાખીએ તો toxic positivity નો શિકાર બનતા અટકી શકાય છે.

So.. let's be positive? No, let's be real!!
 
✍️ વાંચવા માટે આભાર 🙏 – ભૂમિ ગોકલાણી
તમારી life માં toxic positivity ના કેવા અનુભવો થાય છે? તે કોમેન્ટમાં જણાવો 🙏

Comments

  1. Hi Bhumi.. Thanks! This was required. Not for me, but so many victims of such situations. However, you need to be courageous enough to act like this. I mean, most of the time, we think of the relation more than our boundaries. Some people may have flexible boundaries, and some may have rigid.
    Personally, I have both type of. Different kinds for different type of people.
    After fighting with dear and near ones for long enough time, when I realized, we cannot change the thinking of the people (anyone, however close they may be), because they are conditioned that way, now I have started to accept the way they are. One thing I can say for sure and that is, we can influence them by our own actions. Takes time but it is concrete.

    (1) "Everything happens for good", that's true, but for whose good? Not necessarily your good. Some time we change the meaning of the statements. :D

    (2) "No one is born evil", yes that is also true. The definition of Evil is relative and debatable. With evolution of society, the definition of Evil keeps changing. One of my friend said a great thing while eating Biryani when he was asked "How is it?" He didn't like the taste of Biryani, He replied, "Its different". He was South Indian, different culture! Different taste! That's the reason, why girls struggle initially while getting adapted in her family after marriage.

    (3) Positivity should be born after tackling the negativity, if negativity wins over, then everything is waste. You're right, we must think about the worst case scenario, for example while working on a project, a scientist may think about the fuel, the sensors, the controller, and everything. First he may suspect everything. But that is to fight the negative outcome. For example, what will be the plan-B if plan-A fails. The present status of the rocket is such that it will fail. Yes, thinking negatively (pessimistically) is required, but it is like embracing the negativity to kill it from core, so that positivity can emerge out. Negativity that sounds like "What are you talking about? You cannot ever dream to send a rocket to Mars" such negativity is too much danger. But yeah it can fuel a person with ever-positive-mindset who may take it as a challenge. :D

    (4) Sympathy, positivity, and negativity are different. There can be a thin line, but a clearly distinguishable. (i) It's ok, you tried your best (ii) Let's try it again, we have learned so much from this, failure is the key to success. (iii) This is not fair, we cannot win if such people will keep throwing stones at our work. It's not your mistake, it's people and their toxicity.

    I really appreciate your points. We must stand up and fight for our shelf, but it's just that my definition of negativity and positivity may be different. It's "DIFFERENT".

    ReplyDelete
    Replies
    1. Loved your perspective Truth Haven!! 🙂

      I also agree - boundaries are not one-size-fits-all. Takes a lot of courage! But anyway, a life without courage is something I don't encourage 😅

      Influencing people by our own actions is bulletproof & long term approach - yes! 👌

      But one interesting challenge I’ve noticed is, when you try to influence "toxically positive" people through action or honest conversations, it triggers their inner insecurities! And that’s exactly where the real test begins 😂 whether to stay silent for peace or be bold & speak up for clarity.

      Lastly… this perspective feels quite familiar, almost like something I’ve heard from a colleague before. Interesting 🙂🤔

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  2. I am sorry for making few grammatical mistakes in the post (eg. why girls struggle initially while getting adapted in "their" not "her", "ourselves" and not "our shelf"; that's funny, "definitions").

    ReplyDelete
  3. મસ્ત બ્લોગ ભુમિ... 👌👌 Really nowadays there is too much of toxicity in the name of positivity in the society. વાંચવાની મજા આઇ... Keep sharing your thoughts.. you have a unique style of writing 💜

    ReplyDelete
  4. Nice. 100% true !!

    ReplyDelete
  5. Clarity of thoughts 👌👌Well documented. "Podcastable" article. I loved "મીઠાશ થી diabetes" part 😄#sarcastic

    ReplyDelete
    Replies
    1. Podcastable 👌👌 haha... Loved it.
      I am sure many of us are already in the Pre-diabetes range with this toxicity 😑

      Delete
  6. ખૂબ સમજુ છો તમે.
    આભાર ... Keep sharing Good thinks
    Thanks 👍

    ReplyDelete

Post a Comment

💫 Got a thought, question, or a spark of insight? Don’t hold back - your thoughts make this space brighter! I’d love to hear from you. 🌸

Popular posts from this blog

Reliability Built on Commitments – યોગિક દૃષ્ટિકોણ

Motivation is a Bubble - Habits are Permanent